ટ્રાફિક ની સમસ્યા ભારતમાં (અને અમદાવાદમાં)

“સત્યમેવ જયતે” જોઈ રહ્યો છું, અને જેને જોઇને મને મારી જૂની બ્લોગ પોસ્ટ યાદ આવી ગઈ, જેમાં મેં ટ્રાફિક ની વાત કરી હતી, અમદાવાદમાં.

સત્યમેવ જયતે માં પહેલા એક વ્યક્તિની વાત છે, જે કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છે અને બધા જ કાયદાઓનું ઈમાનદારીથી પાલન કરે છે, દેશ માટે કૈક સારું કરવાની ચાહના રાખે છે, પરતું અંતમાં તેજ એક મુર્ખ વ્યક્તિ સાબીય થાય છે, જેને ઘણું ગુમાવું પડ્યું. એના હાવભાવ કહી રહ્યા છે: “મને લાગે છે, કે સજા મને મળી રહી છે અને જે વ્યક્તિએ તેના પરિવારને અકસ્માતમાં માર્યા (કે હત્યા કરી) તે જ અકસ્માત નો ભોગ બન્યો છે.” એ છોકરા પાસે લાયસન્સ પણ નહોતું!!

બીજો ખૂબ જ હૃદયદ્રાવક અકસ્માત છે, જેમાં કેટલાય માસૂમ બાળકો માર્યા ગયા છે. અહિયાં પણ, ડ્રાયવર પાસે લાયસન્સ નહોતું. એ નશાખોર હતો. જે ઓફિસર જેમને આની તપાસ કરી, કહે છે, કે આ રીતે વાહનમાં જ નશો કરવો કે દારૂનું સેવન કરવું, સામાન્ય બાબત થઇ ગઈ છે!! મને ખૂદને આનો અનુભવ છે, થોડા દિવસ પહેલા, એક ગાડીમાં બધા દારૂ પીને જી રહ્યા હતા, રોક્યા તો કહ્યું, ‘અમે દારુ પીએ છીએ, શું ઉખાડી લેશો?’ બસની હાલત પણ ઘણી જ ખરાબ હતી અને ડ્રાયવરના પોસ્ટ-માર્ટમ ની રિપોર્ટ પણ આપવામાં આવી નથી. રસ્તો પણ વ્યવસ્થિત બનાવામાં આવ્યો નથી.
હવે, અહિયાં ગુનેગાર કોણ છે?? એલા બાળકો?? એ લોકો કે જે કાયમ આ રસ્તા પરથી જાય છે? જવાબ બધાને ખબર છે…

હવે, બધા ટ્રક ડ્રાયવર આવીને વાત કરે છે, જેમાંથી એક આમીર ખાન ને કહે છે, તમે મને તમારો ખાલી એક ફોટોગ્રાફ આપો, તમારું લાયસન્સ હું ઘરે કુરિયર કરી દઈશ!!! હવે આને સરકાર પર એક જોરદાર તમાચો કહી શકાય!!! આવી વાત થઇ જ કેવી રીતે શકે અને લોકો શા માટે સરકારનું સમ્માન કરે?? ૮૦% લોકો પીને ચલાવે અને આ કોઈ નવી વાત નથી!! સરકાર અને પોલીસ બધું જ જાણે છે, આ થયે રાખે છે અને એમના માટે પણ કઈ જ નવું નથી!!

હવે, જે વ્યક્તિ આવે છે, તે એક contractor ના યુનિયન નો અધ્યક્ષ છે, અને જે કઈ પણ ચર્ચાયું છે, તેમાં એની ખાસ્સી જવાબદારી આવે છે, પરંતુ તેની પ્રતિક્રિયા એ રીતની છે કે જાણે એનો તો કોઈ જ વાંક નથી. જેનો એ ખૂબ જ સચોટ જવાબ આપે છે, કે મારા બ્લોગ માં મેં લખ્યો હતો, “બધાને સજા નથી થતી, તો હું શું કરવા આનું પાલન કરું? સજા કરો, પછી જોઈશું!!” આમીર કહે છે, કે જવાબદારી લોકોની આવે છે અને સરકારનું કામ નથી કે તમારી પાસે એનું પાલન કરાવે!! આ ખોટી વાત છે!! આ જવાબદારી સરકારની જ છે, જે આગળ લખ્યું છે.

હવે, મહારાષ્ટ્ર ના એડીશનલ કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ, સતીશ સહાસ્ત્રબુધ્ધે આવે છે, જેમને RTO ના કામકાજ વિષે પૂછવામાં આવે છે. જેઓ કહે છે, કે સરકારી કર્મચારીઓને કાયદા પાલન કરવા સામાન્ય લોકોએ ફરજ પાડવી જોઈએ!! (હા, બહુજ સામાન્ય વાત છે, આના માટે ‘હિન્દુસ્તાની’ના કમલ હસન બનવું પડે!!)
એ એકજ વાત કહી રહ્યા છે, કે કાયદા છે અને બંધારણ માં પ્રોવિઝન છે, પણ માનવા તૈયાર નથી થતા કે કાયદાનું પાલન નથી થતું. એ કહી રહ્યા છે, કે કાયદા એટલા પ્રમાણ માં તોડી રહ્યા છે, કે તેઓ સાંભળી શકવી સ્થિતિમાં નથી. આ મહાશય ને પૂછવા માંગું છે, ભાઈ તમારી દીકરીનું અપહરણ થઇ જાય, અને પોલીસ માં ફરિયાદ લખવા પહોંચો ત્યારે તમને એમ જવાબ મળે, કે આવા તો અત્યારે ઘણા કેસ છે અને અમે તમારા આ કેસ પર અમે કામ કરી શકીએ તેમ નથી, તો તેમણે કેવું લાગશે??
હજીય કાયદાની જ વાત કરે છે, તો પ્રશ્ન છે, ” આમાંથી કેટલા કાયદાનું તમે પાલન કરો છો કે કરવો છો?”માત્ર સામાન્ય જનતા પાસેથી અપેક્ષા રાખવી ખોટી વાત છે. વાસ્તવ માં તો આ તેમની ફરજ માં આવે છે.

હવે, ડૉ. રોહિત બલુજા, જે Institute of Road and Traffic education માંથી આવે છે!! (ના હોય!!! આવી કોઈ વસ્તુ છે ઇન્ડિયા માં?? બહુ કે’વાય!!)
અહી તેઓ સરકારને જવાબદાર ગણાવે છે, ખરાબ રોડ બનવા પર!! અને જે તસ્વીરો બતાવી છે, તેના માટે તો તમને અમદાવાદ માં બોલાવો કે કહી દો કે ‘અમદાવાદ મિરર’ વાંચે!! આપણે ત્યાં તો કઈ નવી વાત નથી આમાં!! રોજનું છે!! અહિયાં વાત થઇ રહી છે, પદયાત્રીઓને પ્રાધન્ય આપવાનું, પણ આના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ને જ પૂછવું પડે, તમે શું કરો છો આ બધી બાબતો માટે?? દર વર્ષે ૬૦૦૦ બાળકો મરે છે માર્ગ અકસ્માતમાં!! જયારે યુ.કે. માં જન્મદર પણ આનાથી અડધો છે!! ઇન્ડિયા ની કાર ૦ સ્ટાર વાળી છે, હવે શું કહેવું છે #MakeInIndia વિષે??

જયારે આ પ્રકારની વાત થઇ રહી છે, લોકોના રીએક્શન બતાવવામાં આવ્યા છે. લોકો ઉદાસીન છે, રોડ એકસીડન્ટ વિષે, કારણ કે, ત્યાર પછી જે કોર્ટ-કચેરી અને હોસ્પિટલ માં તકલીફો ના ચક્કર ચાલુ થાય છે. વિદેશનું ઉદાહરણ અપાય છે, કે ત્યાં આવું કદી થતું નથી. પછી કહે છે, “આ નવી પેઢી તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ જ ગાંડી થાય છે!!” તો કેમ ના થઈએ?
પછી પોલીસ ને આપેલી ટ્રેનીંગ નું ઉદાહરણ અને પેલા છોકરાઓએ કરેલા કામનું ઉદાહરણ કાબિલેતારીફ હતું!!

હવે અહી, અમદાવાદ માંજ તાજેતર માં થયેલા એક એક અકસ્માત ની વાત જોઈએ, જે BRTS ના રૂટ પર થયેલો છે. એક સ્કૂલ નો છોકરો, પોતાના કલાસીસ માં જઈ રહ્યો હતો, અને અચાનક જ એક કાળી BMW એ આવીને એ છોકરાને મારી નાખ્યો!! આપણે જાણીએ છીએ, કે આપણા શહેરમાં BRTS ના રૂટ માં તો ૧૦૮ને પણ નથી જવા દેવાતી અને પાછા કેટલા બધા સફેદ કપડાવાળાઓ ઉભા હોય છે, તો આ થયું કેમનું?? હવે, આ છોકરાના પિતા એ સરકારની બધી જ જવાબદારીઓ જાતે બજાવી!! CCTV કેમેરાના ફૂટેજ માંથી બધી સાબિતીઓ જાતે શોધીને પોલીસ ને આપી!! પિતાનો એક જ સવાલ બધાને ચૂપ કરી દેવા કાફી છે: “મારા પુત્રનો વાંક શું હતો?”
એમનો પુત્ર BRTS ના ઝીબ્રા ક્રોસ્સિંગ પરથી સ્ટેન્ડ પર જતો હતો કે જે રસ્તો બીજા વાહનો માટે પ્રતિબંધિત છે.. અને કોઈક આવીને એને મારી નાખે છે.. જે કામ અમદાવાદની પોલીસ એ કરવાનું હોય.. તે તેના પિતા કરી રહ્યા હતા..કાર્યક્રમ માં બધા લોકો ઇમોશનલ થઇ રહ્યા હતા, પણ કડવી વાસ્તવિકતા એ છે કે આપણે આનાથી ટેવાઈ ગયા છીએ! આપણે રોજ આ બધું વાંચતા અને જોતા હોઈએ છિએ! માની લીધું છે કે અનૈતિક અને કાયદાને તોડનાર લોકો જ આગળ આવી શકે છે. જે વ્યક્તિ, ખૂબ જ ગંભીરતા થી બધાજ કાયદાનું પાલન કરે છે , તેને લોકો મુર્ખ ગણે છે!! પૈસાદાર અને વગદાર લોકો જ તાકતવર છે! એ લોકો ધારે એ કરી શકે છે, સામાન્ય લોકોને ધમકાવી શકે છે અને ધમકી આપી શકે છે : “વાત વધારવી છે.. આપડી તો તાકાત છે આગળ જવાની.. તારાથી જવાશે?? નોકરી જતી રેશે.. કોર્ટના ધક્કામાં અમારી જેમ નઈ પહોંચી વળ..”
આ કારણથી સામાન્ય વ્યક્તિ કઈ કરી શકતો નથી.. આને કઈ રીતે સુધારી શકાય??જવાબ અહિયાં જ છે. ભારતનું સંવિધાન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: ધારાસભા. કારોબારી અને ન્યાયતંત્ર
ધારાસભા કાયદા બને છે.
કારોબારી તેનું પાલન કરાવે છે, એક વાત તો એવી છે, કે આપણા સંવિધાન માં ક્યાંક લખેલું છે કે, ‘જો કાયદો ઘડવામાં આવે તો કારોબારીની એ ફરજ છે કે એનું પાલન સમગ્ર દેશમાં કે પ્રાંત માં બરોબર થવું જોઈએ અને એ બધા માટે સમાન જ હોવો જોઈએ. (આવું કશું હોય ખરી???)
ન્યાયતંત્ર માં અદાલત અને પોલીસ ખાતું આવી જાય છે. જો કોઈ નાગરિકને લાગે, કે કોઈ કાયદાનું પાલન બરોબર નથી થઇ રહ્યું, તો તે અહિયાં જઈને ફરિયાદ કરી શકે અને એ કાયદાનું બરોબર પાલન કરાવી શકે. (આ તો પૂરેપૂરી મજાક કરી નાખી!!)વાંચતી વખતે બધાને લાગશે, અહી હું વધારે પડતું બોલી રહ્યો છું, સંવિધાન ની વિરુદ્ધમાં, પણ પેહલા મને એ કહો, કે અમદાવાદમાં કેટલા લોકો હેલ્મેટ પહેરે છે? રેડ સિગ્નલ હોય ત્યારે કેટલા લોકો સ્ટોપ લાઈન ની પાછળ ઉભા રહે છે? કેટલા લોકો રેડ સિગ્નલ ને તોડે છે અને એ પણ ટ્રાફિક પોલીસ સામે, એમાં AMTS અને ST બસ પણ હોય જ છે, ટ્રાફિક પોલીસ ત્યારે શું કરે છે??
ઉપરનું ઉદાહરણ, જેમાં ડ્રાયવર પોતે જ કહે છે, કે ખાલી ફોટો આપો અને લાયસન્સ મળી જશે, અને એ પણ અંતરરાષ્ટ્રીય ટેલીવિઝન સામે, અને આપણે પણ જાણીએ છીએ કે આ વસ્તુ સાવ સાચી છે!!એક વાત આંખે ઉડીને વળગે છે, કે આમીર ખાને આખા એપિસોડ માં ક્યાય પણ સલમાન ખાન ના કેસ નું નામ જ લીધું નથી!!! કેમ તેમણે પેલા ફૂટપાથ પર સૂતેલા ગરીબો માણસ નથી લાગતા?? કે પછી આ ખાલી ‘જય હો’ ફિલ્મ ની સ્ક્રીપ્ટ માં જ કરી શકાય તેમ છે??? જે થયું એ સાવ સીધો કેસ હતો, દારૂ પીને ગાડી ચલાવી, લોકોને મારી નાખવા, માનસ પકડાયો.. ચેક કરો ને જેલમાં નાખો.
જ્યોર્જ ક્લૂની હોય કે લીન્ડસે લોહાન, વિદેશમાં જો તમે નશામાં ગાડી ચલાવતી વખતે પકડાયા, તો લઈને સીધા કોર્ટમાં અને જરૂર પડે તો પછી સીધા જ જેલ માં!! ત્યાં ખાલી ફરક એનાથી જ પડે છે, કે તમે ગુનો કર્યો છે કે નહિ, નહિ કે એનાથી કે તમે કોણ છો?? બધા જ જાણે છે, કે સલમાન ખાન સિવાય કોઈક બીજા સામાન્ય નાગરિકે આ કર્યું હોત, તો બધાને ખબર છે તેનું શું થયું હોત અને કેસ કેટલો ચાલ્યો હોત!! વધુમાં વધુ, ૬ મહિના આ કેસ ચાલ્યો હોવો જોઈએ.. પણ એના બદલે, વર્ષો વીતી ગયા, પણ હજીયે તે ચાલે રાખે છે!!
આખું વર્ષ, સલમાન ખાન બોલીવૂડ નો બેડ બોય છે, મોટા દીલવાલો છે.. આપણો ‘સલમાન ભાઈ’ છે.. પણ જે દિવસે એના કેસ ની સુનાવણી હોય, ભાઈ સીધો જ રીઢો ગુનેગાર બની જાય છે મિડિયા માં.. આખે આખા દિવસના સમાચાર ભાઈની ઉપર જ ચાલે રાખે છે!! આ વસ્તુ શરમજનક છે…
કાયદાને બધા માટે સરખો બનાવો… બસ ઘણું છે!!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s